પ્રમુખશ્રી નું નિવેદન.

“વડોદરા રોહિત સમાજ” એ દેશ-વિદેશ માં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.સમાજ દ્વારા થતી વિવિધ સામાજિક તેમજ સેવાકીય પ્રવૃતિઓ ની માહિતી હાલ ની સૌથી શક્તિશાળી માધ્યમ વેબસાઇટ પર પ્રકાશિત કરતા હર્ષ અને આનંદ ની લાગણી અનુભવું છુ. સમાજ દ્વારા દર વર્ષે આયોજન કરવા માં આવતા વિવિધ કાર્યક્રમો તથા કાર્યો ની રૂપરેખા આધુનિક ટેક્નોલોજી દ્વ્રારા ખૂબ જ ઝડપી માહિતી સમાજબંધુ ઑ ઘરે બેઠા મેળવી શકાશે.

સમાજની દરેક પ્રવૃતિ ને સફળ બનાવા મારા સાથી હોદ્દેદારો,કારોબારી સભ્યશ્રીઓ, તેમજ સમાજબંધુ ઓ તરફ થી ખુબજ પ્રશંસનીય સહકાર મળે છે. વધુ માં આ માટે વિવિધ પ્રકાર ના દાન દ્વારા દાતા ઓ પણ સમાજ ને મજબૂત કરવા આપેલ સહકાર અમૂલ્ય છે. જે દાતાશ્રીઓ ના દાન થકી આપણો સમાજ વિકસિત થઈ રહયો છે. સામાજિક પ્રવૃતિઓ માટે દાતાશ્રી ઓ તરફ થી મળતો અવિરત ધોધ વહેડાવી સમાજ ને અન્ય સમાજ ની હરોળ માં લઇ જવા માટે ના પ્રયત્નો ને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કરું છુ.

વર્તમાન સમય માં માનવ માનવ વચ્ચે નું અંતર વધી રહ્યું છે અને માનવી ઓ ના મન પણ ટુકા થઈ રહ્યા છે, સમાજ આ તમામ ને એક તાંતણાથી જોડવા નું કામ કરી રહ્યું છે. દેશ-વિદેશ માં ચારે બાજુ પથરાયેલા સમાજ ને ધંધાકીય લાભ થાય અને યુવા પેઢી ને પોતાના મનગમતા જીવનસથી મળી રહે તે હેતુ થી તથા વ્યાપાર ધંધા ક્ષેત્રે આગળ વધે અને તેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ પર મળી રહે તથા સામાજિક પ્રવૃતિ ની માહિતી સમાજ ના છેવાડા ના માણસો સુધી પહોંચી શકે તે હેતુ થી વેબસાઇટ શરૂ કરી છે. જે સમાજ માંથી આવ્યા છે તે સમાજ નું ઋણ અદા કરવા આપણે સૌ સાથે મળી ને બાબા સાહેબ ના બતાવેલ માર્ગે લઇ જઈ સમાજ ને શૈક્ષણિક રીતે ખુબજ આગળ લઈ જઈ વિકાસ ના પંથે લઈ જઈએ એજ આજ ના સમય ની માંગ છે. વિના સહકાર નહીં ઉદ્ધાર

લી.
રોહિતકુમાર માધવભાઈ પટેલ
પ્રમુખ, વડોદરા રોહિત સમાજ.