વડોદરા રોહિત સમાજ ની સ્થાપના વર્ષ ૨૦૦૧ માં થઈ હતી શરૂઆતમાં સમાજ ની નોંધણી કરવા માં આવી ન હતી પણ વર્ષ ૨૦૦૫ માં “આસિસ્ટન્ટ ચેરીટી કમિશન” NO.A/30066/Vadodara દ્વારા નોંધણી કરવા માં આવી હતી. ટ્રસ્ટ ને “જનરલ સોશિયલ ટ્રસ્ટ” તરીકે નોંધણી કરવા માં આવી હતી.
સંસ્થા નો મુખ્ય હેતુ જુદી જુદી સામાજિક પ્રવૃતિ જેવી કે ગરીબ ઘર ના બાળકો ને પૈસા ટકે ભણતર માં મદદ આપવી આર્થિક રીતે નબળી પરિસ્થિતી વાળા પરિવાર ના બાળકો ને આગળ ભણતર માટે પ્રોત્સાહન આપવું, લગ્ન માટે આર્થિક રીતે નબળા પરિવાર માટે પૈસા ની મદદ માટે દર વર્ષે “સમૂહ લગ્ન આયોજન” ,“પરિચય મેળો” સમાજ માં યોગ્ય જીવનસાથી શોધવા વર્ષ માં 2 થી 3 વાર આયોજન કરવા માં આવે છે. તેમજ સમાજ ના વ્યક્તિ ને તને જીવન માં આવી પડેલ આકસ્મિક મુસીબતો ને પોહચી વળવા સંસ્થા દ્વારા મદદ કરવા માં આવે છે. તેમજ જાતિવાદ મુસબતો નો પોહચી વળવા માટે સંસ્થા કટિબદ્ધ છે.
સમાજ ના બાળકો ને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે “તેજસ્વી તારલા નું સન્માન” જેમાં ભણવા માટેની જરૂરિયાત ભેટ આપી બાળકો ને પ્રોત્સાહિત કરવા માં આવે છે.ટૂક માં સમાજ નો મુખ્ય ઉદ્દેશ સમાજ ની દરેક વ્યક્તિ ને અંધવિશ્વાસ , રૂઢિવાદી રિવાજો થી બહાર કાઢી શિક્ષિત અને વિશ્વ ની બરાબરી માં લાવવું.
હાલ “વડોદરા રોહિત સમાજ” માં કુલ આજીવન સભ્ય ની સંખ્યા ૧૮૦૦ છે. “વડોદરા રોહિત સમાજ” ના બંધારણ ના નિયમ પ્રમાણે ગુજરાત રાજ્ય ના સમાજ ના વ્યક્તિ મેમ્બરશીપ ની રકમ રૂ.૧૦૦૧/- ભરી ને આજીવન સભ્ય બની સકે છે.
આ વેબસાઇટ નો મુખ્ય ઉદ્દેશ સમાજ ના દરેક વ્યક્તિ સુધી પોહચવા નો છે. સમાજ માં થતી દરેક ગતિવિધિ થી માહિતગાર કરાવા નો છે. જેઓ ભારત ના છેવાડા થી લઈ ને વિદેશ માં રહે છે તેઓ પણ સમાજ સાથે જોડાઈ રહે અને સમાજ ના ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા હમેશા સમાજ ના પડખે ઊભા રહે.