આ ક્રેડિટ સોસાયટી નું નામ "સંત શ્રી રોહીદાસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા" રાખવામાં આવેલ છે.
આ સોસાયટી નું સંચાલન "વડોદરા રોહિત સમાજ" સંસ્થા ના હોદ્દેદારો તથા તથા કારોબારી સભ્યોની એક "વ્યવસ્થાપક કમિટી" બનાવવામાં આવી છે અને તેના દ્વારા આ સોસાયટી નું સંચાલન કરવામાં આવે છે.આ ક્રેડિટ સોસાયટીની સ્થાપના તારીખ 13.5.2018 ના રોજ કરવામાં આવી છે (4) આ ક્રેડિટ સોસાયટી નોંધણી નંબર REG/VAD/SE(SH)/46078/2018 છે.
આ ક્રેડિટ સોસાયટીની સ્થાપના ના હેતુઓ આ મુજબ છે.
પ્રારંભિક રીતે ૧૦૦ સભાસદો બનાવીને આ ક્રેડિટ સોસાયટી ની નોંધણી કરવામાં આવી છે જેમાં હાલમાં 140 સભાસદો નોંધાયેલ છે.
ઉપર જણાવ્યા મુજબ ૱ 1310 રોકડ સાથે સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ નિયત અરજી માં વિગતો ભરીને સભાસદ થઈ શકાશે.
આ ક્રેડિટ સોસાયટી માં ઓગસ્ટ 2018 થી નીયમિત રીતે દરેક સભાસદોના માસિક ૱ 200 પ્રમાણે ફરજીયાત બચત લેવામાં આવે છે.
ક્રેડીટ સોસાયટીમાં ૱ ૨૦,૦૦૦ થી એક લાખ સુધી નુ ધિરાણ/લોન વાર્ષિક ૧૨ % ના વ્યાજે આપવાનું ઠરાવવામાં આવેલ છે. હાલમાં આશરે ૩૦ જેટલા સભાસદો ને રૂપિયા ૨૦,૦૦૦ પ્રમાણે ધિરાણ (લોન) આપવામાં આવેલ છે જેનો શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ થયેલ છે. માસિક રૂ.1000 મુદ્લ + વ્યાજ + ફરજીયાત બચત પ્રમાણે ધિરાણ વસૂલવામાં આવે છે.